Ezekiel 32:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અદોમ પોતાના રાજાઓ તથા સેનાપતિઓ સહિત ત્યાં છે. તેઓ પરાક્રમી હતા. પણ તેઓ કતલ થયેલાઓની સાથે પડ્યા છે, બેસુન્નતીઓ સાથે તથા કબરમાં ઊતરનારાઓ સાથે પડી રહેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાં અદોમ પણ તેના રાજાઓ અને સરદારો સાથે છે. એ બધા ય પરાક્રમી લડવૈયાઓ હતા, છતાં આજે તેઓ લડાઇમાં માર્યા ગયેલા પરપ્રજાના લોક સાથે અને પાતાળમાં ઊતરી જનારાઓની સાથે મૃત્યુલોક શેઓલમાં પડયા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાં અદોમ, તેના રાજાઓ તથા તેના સર્વ સરદારો છે, જેઓ એટલા બધા પરાક્રમી છતાં તરવારથી કતલ થયેલાઓની સાથે પડ્યા છે, તેઓ બેસુન્નતો સાથે તથા કબરમાં ઊતરનારાઓની સાથે પડી રહેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પોતાના રાજાઓ અને સેનાપતિઓ સહિત ત્યાં અદોમ પણ છે. એ બધા બળવાન યોદ્ધાઓ હતા. પરંતુ અત્યારે એ દુષ્ટો યુદ્ધમાં માર્યા ગયેલાઓ ભેગા પોઢયા છે.