Ezekiel 33:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી, હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકોને કહે, 'તમે આ પ્રમાણે કહો છો કે: અમારાં ઉલ્લંઘનો તથા અમારાં પાપ અમારા માથા પર આવી પડ્યાં છે, અમે તેમાં ક્ષીણ થતા જઈએ છીએ, અમે શી રીતે જીવીશું?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને કહે કે તમે લોકો એમ કહો છો કે, ‘અમારાં પાપો અને અપરાધોનો બોજો અમારે શિર છે, તેથી અમે ક્ષીણ થતા જઈએ છીએ, પછી અમે કેવી રીતે જીવતા રહીએ?’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી, હે મનુષ્યપુત્ર, ઇઝરાયલ લોકોને કહે કે, તમે બોલો છો કે, અમારા અપરાધો તથા અમારા પાપો અમારે શિર આવી પડેલાં છે, ને તેમને લીધે અમે ઝૂરી ઝૂરી મરીએ છીએ; ત્યારે અમે શી રીતે જીવીએ?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલી લોકોને કહે કે તમે આ પ્રમાણે કહો છો: ‘અમારાં પાપોનો બોજ અમારા માથા પર વધી ગયો છે. અપરાધોને લીધે અમે ક્ષીણ થતા જઇએ છીએ, અમે શી રીતે જીવીશું?’