Ezekiel 33:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો હું ન્યાયી માણસને કહું કે, "તે નિશ્ચે જીવશે." અને જો તે પોતાના ન્યાયીપણામાં ભરોસો રાખીને અન્યાય કરે, તો હું તેનું ન્યાયીપણું યાદ કરીશ નહિ; તેણે કરેલી દુષ્ટતાને લીધે તે માર્યો જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું કોઈ નેક માણસને કહું કે તું જીવશે પણ જો તે પોતાની નેકી પર ભરોસો રાખીને પાપ કરે તો હું તેનું એકેય નેક કામ સંભારીશ નહિ. તે પોતાના પાપને લીધે માર્યો જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે હું નેક માણસને કહું કે, તું નક્કી જીવતો રહેશે, ત્યારે જો તે પોતાની નેકી પર ભરોસો રાખીને પાપ કરે, તો તેની નેકીના કામોમાંના એકેનું સ્મરણ કરવામાં આવશે નહિ; પણ જે પાપ તેણે કર્યું હશે તેને લીધે જ તે માર્યો જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હું કોઇ પુણ્યશાળી માણસને કહું કે, તું જીવશે, અને તે મારું પુણ્ય મને બચાવશે એમ માનીને પાપ કરે, તો તેનું કોઇ પુણ્ય સંભારવામાં નહિ આવે, પણ તેણે પાપ કર્યું એટલે તે મરવાનો જ.