Ezekiel 33:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નાસી છૂટેલો માણસ આવે તે પહેલાં સાંજે યહોવાહનો હાથ મારા પર હતો, સવારમાં તે મારી પાસે આવે તે પહેલાં મારું મુખ ખુલ્લું હતું. અને હવે પછી હું મૂંગો નહોતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે આવ્યો તેની આગલી સાંજે પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો કબજો લીધો હતો. તે માણસ બીજે દિવસે સવારમાં આવ્યો, ત્યારે પ્રભુએ મને બોલવાની શક્તિ પાછી આપી હતી. આમ, મારી વાચા ખૂલી ગઇ અને ત્યાર પછી હું મૂંગો રહ્યો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે, એ નાસી આવેલો માણસ [મારી પાસે] આવ્યો તે પહેલાં સાંજે યહોવાનો હાથ મારા પર હતો; અને સવારમાં એ મારી પાસે આવ્યો તે પહેલાં તેણે મારું મુખ ખોલ્યું હતું. અને મારું મુખ ખોલેલું હતું, ને હવે હું મૂંગો નહોતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે આવ્યો તે પહેલાની સાંજે મને યહોવાની શકિતનો અનુભવ થયો હતો અને સવારમાં તે મારી પાસે આવ્યો તે પહેલાં યહોવાએ મારું મોં ખોલી નાખ્યું હતું. મને વાચા પ્રાપ્ત થઇ ચૂકી હતી અને પછી હું મૂંગો નહોતો.