Ezekiel 33:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે મનુષ્યપુત્ર, તારા લોકો તારા વિષે ભીંતો પાસે તથા ઘરના બારણા પાછળ વાતો કરે છે; તેઓ એકબીજાને-દરેક પોતાના ભાઈને કહે છે, "ચાલો જઈને યહોવાહ તરફથી આવેલું વચન પ્રબોધક દ્વારા સાંભળીએ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારા લોકો શહેરના કોટની પાસે અને ઘરનાં બારણે તારે વિશે વાતો કરે છે. તેઓ એકબીજાને કહે છે: ‘આવો, પ્રભુ તરફથી આવતો સંદેશો સાંભળીએ.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે મનુષ્યપુત્ર, તારે વિષે તો તારા લોકો ભીંતો પાસે તથા ઘરનાં બારણાંમાં વાતો કરે છે, ને તેઓ એકબીજાને, સૌ પોતપોતાના ભાઈને, કહે છે કે, ‘કૃપા કરીને આવો, ને યહોવા પાસેથી જે વચન આવે છે તે શું છે તે સાંભળો.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘હે મનુષ્યના પુત્ર, તારા દેશબંધુઓ કોટની રાંગે અને ઘરના બારણા પાછળ તારે વિષે વાતો કરે છે; “ચાલો, યહોવાનો શો સંદેશો છે તે સાંભળીએ તો ખરા!”