Ezekiel 33:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે તું તેઓને કોઈ સુંદર અવાજવાળો અને કુશળ રીતે વાજિંત્ર વગાડનારો હોય તેના જેવો લાગે છે. તારા સંદેશાઓ તેઓના માટે મનોરંજન જેવા હોય છે. કારણ કે તેઓ તારાં વચનો સાંભળે છે, પણ તેઓમાંના કોઈ તેનો અમલ કરતો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું તેમને માટે મધુર કંઠે પ્રેમગીતો ગાનાર ગવૈયા જેવો કે કુશળ વાદક જેવો છે, કારણ, તેઓ તારા સંદેશા સાંભળે છે, પણ તેમાંના એકેયનો અમલ કરતા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી જો, તું તેઓને કોઈ મધુર કંઠના ને સારી રીતે વાજિંત્ર વગાડનાર મનોહર ગીતના જેવો [લાગે] છે; કેમ કે તેઓ તારાં વચનો સાંભળે છે, પણ તેમનો અમલ કરતા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘તેઓ તારી સામે એવી રીતે જુએ છે, જાણે તું કોઇ સુંદર અવાજવાળો ગાયક હોય અથવા જાણે તું કોઇ કુશળ રીતે વાજિંત્ર વગાડનારો હોય. તારા સંદેશાઓ તેમના માટે મનોરંજન જેવા હોય છે. કારણ કે તેઓ તારા વચનો સાંભળે છે, પણ તેમનો અમલ તેઓ કરતા નથી, ને તેના તરફ ધ્યાન પણ આપતા નથી!