Ezekiel 33:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલી લોકો માટે ચોકીદાર બનાવ્યો છે; મારા મુખથી વચન સાંભળીને મારી વતી તેને ચેતવણી આપ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે મનુષ્યપુત્ર, મેં પણ તને ઇઝરાયલી પ્રજા માટે ચોકીદાર નીમ્યો છે. માટે જ્યારે હું ઇઝરાયલી પ્રજા માટે મારે મુખે ચેતવણી ઉચ્ચારું ત્યારે તે સાંભળીને તારે તેમને મારા તરફથી ચેતવવાના છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો, હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલના માટે ચોકીદાર નીમ્યો છે. માટે મારા મુખનું વચન સાંભળીને મારા તરફથી તેમને ચેતવણી આપ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે મનુષ્યના પુત્ર, મેં તને ઇસ્રાએલીઓનો સંત્રી નીમ્યો છે, જ્યારે જ્યારે તું મારી વાણી સાંભળે, ત્યારે ત્યારે મારા તરફથી તું તેમને ચેતવણી આપજે.