Ezekiel 33:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો હું કોઈ દુષ્ટ વ્યક્તિને કહું, હે દુષ્ટ માણસ, તું નિશ્ચે મૃત્યુ પામશે.' પણ જો તું દુષ્ટ માણસને પોતાના દુરાચરણથી ફરવા ચેતવણી ન આપે, તો તે દુષ્ટ માણસ પોતાના પાપમાં મરશે, પણ હું તેના લોહીનો બદલો તારી પાસેથી માગીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે હું કોઇ દુષ્ટને કહું કે, ‘તું તારી દુષ્ટતાને લીધે માર્યો જશે,’ અને તું તે માણસને પોતાનું દુરાચરણ છોડી દેવાની ચેતવણી ન આપે તો તે દુષ્ટ તો પોતાના પાપે મરશે જ, પણ એના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે હું દુષ્ટને કહું કે, હે દુષ્ટ માણસ, તું નક્કી માર્યો જશે, ને તું તે દુષ્ટ માણસને તેના દુરાચરણથી ફરવાની ચેતવણી આપવાને કંઈ બોલે નહિ, તો તે દુષ્ટ તો પોતાના પાપને લીધે માર્યો જશે, પરંતું તેના રક્તનો બદલો હું તમારી પાસેથી લઈશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો હું કોઇ દુષ્ટ વ્યકિતને તેની દુષ્ટતા ખાતર મોતની સજા કરું અને તું તે માણસને ખોટો રસ્તો છોડી દેવાની ચેતવણી ન આપે, તો તે મરશે તો તેના પોતાના પાપે, પણ એના મોત માટે હું તને જ જવાબદાર લેખીશ.