Ezekiel 34:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ યહોવાહ કહે છે, જુઓ! હું ઘેટાંપાળકોની વિરુદ્ધ છું, હું મારા ઘેટાંની જવાબદારી તેમના હાથમાંથી લઈ લઈશ. મારા ઘેટાંને પાળવાનું કામ તેમની પાસેથી લઈ લઈશ; જેથી ઘેટાંપાળકો પોતાનું પોષણ કરી શકે નહિ, હું મારા ઘેટાંઓને તેમના મુખમાંથી લઈ લઈશ, જેથી મારા ઘેટાં તેમનો ખોરાક બનશે નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું, પ્રભુ પરમેશ્વર, સમ ખાઇને કહું છું કે હું તમારી વિરુદ્ધ છું. હું મારાં ઘેટાં તમારી પાસેથી પાછાં લઇ લઇશ. હું ફરી કદી તમને મારાં ઘેટાંનાં પાળકો બનાવીશ નહિ. હું ફરી કદી તમને તમારું પોતાનું જ પોષણ કરવા દઈશ નહિ. હું મારાં ઘેટાંને તમારાથી બચાવીશ અને તેમને તમારો ભક્ષ થવા દઇશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રભુ યહોવા કહે છે કે, જુઓ હું પાળકોની વિરુદ્ધ છું. હું મારા ઘેટાં વિષે તેમની પાસેથી હિસાબ લઈશ, ને મારા ઘેટાંને પાળવાનું કામ તેઓની પાસેથી લઈ લઈશ. ત્યાર પછી પાળકો પોતાનું પોષણ કરવા પામશે નહિ; અને હું મારા ઘેટાંને તેમના મોંમાંથી છોડાવીને તેઓને તેમનું ભક્ષ થવા દઈશ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હું તમારી વિરુદ્ધ છું, હું મારા ઘેટાં માટે તમને જવાબદાર ઠરાવીશ. પાળક તરીકે હું તમને દૂર કરીશ. જેથી પાળકો પોતાનું પોષણ કરી શકે નહિ, હું મારા ઘેટાંઓને તમારા મુખમાંથી છોડાવી લઇશ અને મારા ઘેટાં તમારો ખોરાક બનશે નહિ.”