Ezekiel 34:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેમ ભરવાડ તે દિવસે પોતાનાં વેરવિખેર થયેલાં ઘેટાં સાથે હોય તેમ દિવસે પોતાના ટોળાને શોધી કાઢશે. હું મારાં ઘેટાંને શોધીશ અને વાદળવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે તે સર્વ જગ્યાએથી તેઓને છોડાવીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેમ કોઇ ઘેટાપાળક આમતેમ વિખેરાઇ ગયેલાં પોતાનાં ઘેટાંને શોધવા જાય છે અને તેમને પાછાં લાવે છે, તેમ હું પણ મારાં ઘેટાંને શોધીશ અને તેમને બધેથી એકત્ર કરીને પાછા લાવીશ. જ્યાં જ્યાં તેઓ વિખેરાઇ ગયાં હશે ત્યાંથી હું તેમને પાછાં લઇ આવીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેમ કોઈ ભરવાડ જે દિવસે તે પોતાનાં વિખેરાઔ ગયેલાં ઘેટાં સાથે હોય છે તે દિવસે પોતાના ટોળાને શોધી કાઢે છે, તેમ જ હું મારાં ઘેટાંને શોધી કાઢીશ. અને વાદળાંવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે તે સર્વ ઠેકાણેથી હું તેમને છોડાવીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પોતાનાં ઘેટાં આજુબાજુ વેરવિખેર થઇ ગયા હોય ત્યારે ભરવાડ જેમ તેમને શોધવા જાય છે તેમ હું મારા ઘેટાંને શોધવા જઇશ અને તેમને સુરક્ષિત પાછા લાવીશ. જ્યારે તેઓ ગભરાઇ ગયા હોય અને અંધારા વાદળીયા દિવસે ખોવાઇ ગયા હોય.