Ezekiel 34:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તેઓને સારી જગ્યાઓમાં ચરાવીશ; ઇઝરાયલના ઊંચા પર્વતો તેઓની ચરવાની જગ્યાઓ થશે. ત્યાં તેઓ સારી ચરવાની જગ્યાઓમાં સૂઈ જશે, તેઓ ઇઝરાયલના પર્વતો પર ચરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તેમને ઇઝરાયલના પહાડો પર ઉત્તમ ચારો ચરાવીશ. પહાડોનાં ઢોળાવો પરનો ચારો તેમનો થશે. ત્યાં તેઓ ગૌચરમાં ચરશે અને ઇઝરાયલના પહાડોના ઉત્તમ ચારાથી તેમનું પોષણ થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તેમને સારા બીડમાં ચરાવીશ, ને ઇઝરાયલના ઊંચા પર્વતો પર તેમનો વાડો થશે. ત્યાં તેઓ ઉત્તમ વાડામાં સૂઈ રહેશે, ને ઇઝરાયલના પર્વતો પર તેઓ કસદાર ચારાવાળા બીડમાં ચરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તેઓને ચારાની સારી જગ્યાઓમાં લઇ જઇશ. ઇસ્રાએલના પર્વતોની ઊંચાઇઓ તેઓ માટે ચરવાની જગ્યા થશે. ત્યાં લીલા બીડમાં શાંતિથી તેઓ સૂઇ જશે. હું તેઓને ઇસ્રાએલના પર્વતોના રસાળ બીડોમાં લાવીશ.