Ezekiel 34:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સારો ચારો ચરીને બાકીનો બચેલો ચારાવાળો ભાગ પગ નીચે ખૂંદવો, અથવા સ્વચ્છ પાણી પીને બાકીનું પાણી પગથી ડહોળી નાખવું એ શું નાની બાબત છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારામાંના કેટલાંક સારો સારો ચારો ચરી જાઓ છો. અને એટલું પૂરતું ન હોય તેમ બાકીનો ભાગ પગ નીચે ખૂંદી નાખો છો! વળી, સ્વચ્છ પાણી પીધા પછી તમે બાકીનું પાણી પગ વડે ડહોળી નાખો છો!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સારો સારો ચરી જઈને તમારા ચારાનો બાકીનો ભાગ પોતાના પગથી ખૂંદી જ નાખવો, ને સ્વચ્છ પાણી પીને બાકીનું પોતના પગથી ડહોળી નાખવું એ શું તમને નાનુંસૂનું લાગે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે ઘેટાંઓ અને બકરાઓ, ઉત્તમ ચારો આરોગી તમે ધરાયા નથી કે બાકીના ચારાને તમે પગ વડે કચડી નાખો છો? અથવા સ્વચ્છ પાણી પીને તમે ધરાયા નથી કે બાકીનું પાણી પગ વડે ડહોળી નાખો છો?