Ezekiel 34:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના ઘેટાંપાળકોની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને તેમને કહે, 'પ્રભુ યહોવાહ ઘેટાંપાળકોને કહે છે, "ઇઝરાયલના ઘેટાંપાળકોને અફસોસ, કેમ કે તેઓ પોતાનું પોષણ કરે છે. શું ઘેટાંપાળકોએ ઘેટાંનું પોષણ ન કરવું જોઈએ?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના રાજપાલકો વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. તેમને કહે કે પ્રભુ પરમેશ્વર કહે છે, ‘હે ઇઝરાયલના ઘેટાંપાળકો, તમને ધિક્કારે છે.’ તમે તો તમારું પોતાનું જ પોષણ કરો છો, પણ ઘેટાંની સંભાળ રાખતા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પાળકોની વિરુદ્ધ પ્રબોધ કર, પ્રબોધ કરીને તેમને, હા, તે પાળકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, ઇઝરાયલના પાળકોને અફસોસ, કેમ કે તેઓ માત્ર પોતાનું પોષણ કરે છે! શું પાળકોએ ઘેટાંનું પોષણ ન કરવું જોઈએ?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના રાજકર્તાઓને મારા તરફથી સાવધાન કરીને તેમને કહેજે કે, આ યહોવા મારા માલિકના વચન છે: ‘હે ઇસ્રાએલના ઘેટાંપાળકો, તમારું આવી બન્યું! તમારે ઘેટાંનું પાલનપોષણ કરવું ન જોઇએ? તમે તો પોતાનું જ લાલનપાલન કરીને સ્વાર્થ સાધો છો.