Ezekiel 34:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તેઓની તથા મારી આસપાસની ટેકરી પર આશીર્વાદ લાવીશ, વળી હું ઋતુ પ્રમાણે વરસાદ મોકલીશ. આ આશીર્વાદનો વરસાદ થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તેમને આશિષ આપીશ અને મારા પર્વતની આસપાસનાં સ્થળોને આશીર્વાદિત કરીશ. હું ઋતુ અનુસાર વરસાદ વરસાવીશ. તે તેમને માટે આશિષની વૃષ્ટિ બની રહેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તેઓને તથા મારા ડુંગરની આસપાસનાં સ્થળોને આશીર્વાદરૂપ કરીશ. હું વર્ષાઋતુમાં વરસાદ વરસાવીશ; આશીર્વાદનાં ઝાપટાં આવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારી ટેકરીની આસપાસ હું મારા લોકોને ત્યાં વસાવીશ અને તેઓનાં ઘરોને આશીર્વાદ આપીશ. અને હું ઋતુ પ્રમાણે વરસાદ વરસાવીશ અને વરસાદ આશીર્વાદ લાવશે.