Ezekiel 34:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તેઓ જાણશે કે, હું, યહોવાહ તેઓનો ઈશ્વર છું, હું તેઓની સાથે છું. ઇઝરાયલી લોકો મારા લોકો છે." આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ સૌ જાણશે કે હું પ્રભુ, ઇઝરાયલનો ઈશ્વર, તેમની રક્ષા કરું છું અને તેઓ મારી પ્રજા છે. હું, પ્રભુ પરમેશ્વર, એ બોલ્યો છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેઓ જાણશે કે હું તેમનો ઈશ્વર યહોવા તેમની સાથે છું, ને તેઓ, એટલે ઇઝરાયલના સંતાનો, મારી પ્રજા છે, એમ પ્રભુ યહોવા કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમને ખાતરી થશે કે, હું, યહોવા તેમનો દેવ તેમની જોડે છું અને તેઓ મારી ઇસ્રાએલી પ્રજા છે.” આ હું યહોવા દેવ બોલું છું.