Ezekiel 34:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ યહોવાહ કહે છે, "મારા જીવના સમ" "મારાં ઘેટાં જંગલી પશુઓનો શિકાર બન્યાં છે, ખેતરનાં સર્વ પશુઓનો ખોરાક બન્યાં છે, કારણ, તેઓનો કોઈ ઘેંટાપાળક નહોતો અને મારા ઘેટાંપાળકોએ મારાં ઘેટાં માટે પોકાર કર્યો નથી, પણ ઘેટાંપાળકોએ પોતાનું રક્ષણ કર્યું છે, મારાં ટોળાંનું પોષણ કર્યું નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઇને કહે છે કે મારાં ઘેટાં શિકાર થઇ પડયાં છે, તેઓ જંગલી પ્રાણીઓનો ભક્ષ બન્યાં છે, કારણ, તેમનો કોઇ પાળક નથી. વળી, મારાં પાળકોએ મારાં ઘેટાંની શોધ કરી નથી. તેમણે મારાં ઘેટાંનું પોષણ કરવાને બદલે માત્ર પોતાનું જ પેટ ભર્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે નક્કી મારાં ઘેટાં શિકાર થઈ પડ્યા છે, ને મારાં ઘેટાં સર્વ જંગલી જનાવરોનું ભક્ષ થઈ પડ્યાં છે, કેમ કે કોઈ પાળક નહોતો, તેમ જ મારા પાળકોએ મારાં ઘેટાંની શોધ કરી નહિ. પણ તેઓએ મારાં ઘેટાંનું પોષણ ન કરતાં પોતાનું પોષણ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મારાં ઘેટાં જંગલી પ્રાણીઓનો શિકાર બન્યા છે, તેમનો કોળિયો બન્યા છે, કારણ, તેમનો કોઇ પાળક નથી. મારા પાળકોને ઘેટાંની કશી પડી નથી. ઘેટાંને ખવડાવવાને બદલે તેઓ પોતાનું પેટ ભરવાની જ કાળજી રાખે છે.”