Ezekiel 35:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે પ્રભુ યહોવાહ કહે છે, મારા જીવના સમ, તેં તારા તિરસ્કારને લીધે જે ક્રોધ તથા ઈર્ષા તેઓના પ્રત્યે કર્યાં છે, તે પ્રમાણે હું તારી સાથે વર્તીશ, જ્યારે હું તેઓનો ન્યાય કરીશ, ત્યારે હું તેઓ મધ્યે પ્રગટ થઈશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ પ્રત્યેની ઈર્ષ્યા અને ઘૃણાને લીધે તેં જે રોષ દાખવ્યો છે તે પ્રમાણે હું તારા પ્રત્યે પણ વર્તીશ. હું તને સજા કરીશ ત્યારે તેઓ જાણશે કે હું તેમની સાથે છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે, પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે, તારા વૈરને લીધે જે ક્રોધ તથા ઈર્ષા તેં તેમના પ્રત્યે દર્શાવ્યાં છે તે પ્રમાણે હું તારી સાથે વર્તીશ. અને જ્યારે હું તારો ન્યાય કરીશ ત્યારે હું તેઓમાં પ્રગટ થઈશ,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સર્વસત્તાધિશ યહોવા મારા માલિક કહે છે કે, “હું ખાતરીપૂર્વક કહું છું કે, તમે તમારા ક્રોધાવેશમાં જે કર્યું છે તેનો હું બદલો લઇશ. તમે ઇર્ષા અને અદેખાઇમાં જે કર્યું છે તેના માટે હું તમને સજા કરીશ અને હું તમને જે કઇં કરીશ તે દ્વારા ઇસ્રાએલમાં મારું નામ મોટું મનાવીશ.