Ezekiel 35:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેમ તું ઇઝરાયલને ઉજ્જડ થતું જોઈને આનંદ કરતો હતો, એવું જ હું તારી સાથે પણ કરીશ. હે સેઈર પર્વત, તું વેરાન થશે, આખું અદોમ પણ વેરાન થશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારી અંગત મિલક્ત સમાન ઇઝરાયલને ખેદાનમેદાન થયેલો જોઇને જેમ તું આનંદ કરતો હતો તેમ સેઇરનો પર્વતીય પ્રદેશ, સમસ્ત અદોમ પ્રદેશ પણ વેરાન થઇ જશે ત્યારે સૌ જાણશે કે હું પ્રભુ છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલ લોકોનું વતન ઉજ્જડ થયું હતું તેને લીધે તું હર્ષ કરતો હતો, માટે એવી જ હાલત હું તારી કરીશ. હે સેઈર પર્વત, તું ઉજ્જડ થશે, ને આખું અદોમ પણ, હા, આખું [અદોમ ઉજ્જડ થશે]; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેમ તેં ઇસ્રાએલને ઉજ્જડ થતું જોઇને આનંદ માણ્યો હતો, તેમ હવે હું તને પણ ઉજ્જડ બનાવીશ! સેઇરના પર્વતીય પ્રદેશ અને અદોમનો સમગ્ર દેશ વેરાન થઇ જશે. અને હું સર્વ લોકોનો નાશ કરીશ! ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”