Ezekiel 35:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી પ્રભુ યહોવાહ કહે છે, મારા જીવના સમ' 'હું તને રક્તપાત માટે તૈયાર કરીશ, રક્તપાત તારી પાછળ લાગશે. તેં રક્તપાતનો ધિક્કાર કર્યો નથી, માટે રક્તપાત તારી પાછળ લાગશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હું, પ્રભુ પરમેશ્વર, મારા પોતાના સમ ખાઇને કહું છું કે હું તને કત્લેઆમ માટે તૈયાર કરીશ. સંહારમાંથી તું છટકી શકશે નહિ, તેં ખૂનનો અપરાધ કર્યો છે એટલે ખૂન તારો પીછો કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ કારણને લીધે, પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, હું તને ખૂનરેજીને માટે તૈયાર કરીશ, ને ખૂનરેજી તારી પાછળ પડશે. તેં ખૂનરેજીને ધિક્કારી નથી, એ માટે ખૂનરેજી તારી પાછળ પડશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી યહોવા મારા માલિક કહે છે: “હું ખાતરીપૂર્વક કહું છું કે તારામાં રકતપાત થશે અને તું બચશે નહિ, તું હત્યાકાંડમાં બહુ આનંદ માણે છે તેથી લોહી તારી પર આવશે અને તને હંફાવી દેશે, હવે તારો વારો આવ્યો છે.