Ezekiel 35:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને હું તેના ડુંગરોને મૃત્યુ પામેલાથી ભરી દઈશ. તારા ડુંગરો, ખીણો તથા તારા ઝરણામાં તલવારથી કતલ થયેલાઓ પડશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તેના પર્વતોને મૃતદેહોથી ભરી દઈશ અને યુદ્ધમાં માર્યા ગયેલાંના મૃતદેહોથી તેના ડુંગરો, ખીણો અને નાળાં છવાઇ જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તેના પર્વતોને તેના કતલ થયેલાઓથી ભરી દઈશ. તરવારથી કતલ થયેલાઓ તારા ડુંગરો પર, તારી ખીણોમાં તથા તારા સર્વ નાળાંમાં પડશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તારા ડુંગરો, ખીણો અને નદીનાળાં યુદ્ધમાં માર્યા ગયેલાઓના શબોથી ભરી દઇશ.