Ezekiel 36:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"હે મનુષ્યપુત્ર, જ્યારે ઇઝરાયલી લોકો પોતાના દેશમાં રહેતા હતા, ત્યારે તેઓએ પોતાના આચરણથી તથા પોતાના કાર્યોથી તેને અશુદ્ધ કર્યો છે. મારી આગળ તેઓનાં આચરણ માસિક ધર્મવાળી સ્ત્રીના જેવાં અશુદ્ધ હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે મનુષ્યપુત્ર, જ્યારે ઇઝરાયલીઓ પોતાના દેશમાં રહેતા હતા ત્યારે તેમણે પોતાનાં આચરણ તથા કૃત્યોથી તેને ભ્રષ્ટ કર્યો હતો. મારી આગળ તેમનાં આચરણ રજ:સ્વલા સ્ત્રીની અશુદ્ધતા જેવાં અશુદ્ધ હતાં.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના વંશજો પોતાના દેશમાં રહેતા હતા, ત્યારે તેઓએ પોતાનાં કૃત્યોથી તેને ભ્રષ્ટ કર્યો. મારી આગળ તેઓનાં આચરણ રજસ્વલા સ્ત્રીની અશુદ્ધતા જેવાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે મનુષ્યના પુત્ર, જ્યારે ઇસ્રાએલીઓ પોતાની ભૂમિમાં વસતાં હતાં ત્યારે તેમણે તેને પોતાના વર્તાવ અને દુષ્કૃત્યોથી અશુદ્ધ કરી હતી. મારી સામે તેઓ રજસ્વલા સ્ત્રીની જેમ ચાલતાં હતાં. મારે મન તેમનો વર્તાવ ગંદો અને ધૃણાજનક હતો.