Ezekiel 36:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેઓ પ્રજાઓમાં ગયા. જ્યાં જ્યાં તેઓ ગયા, ત્યાં તેઓએ મારા પવિત્ર નામને અપવિત્ર કર્યું છે, લોકો તેઓ વિષે કહેતા હતા કે, ' શું આ ખરેખર યહોવાહના લોકો છે? કેમ કે તેઓ પોતાના દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જે પ્રજાઓમાં તેઓ ગયા તેમની મધ્યે તેમણે મારા પવિત્ર નામને કલંક લગાડયું, લોકો તેમને વિશે એવું કહેવા લાગ્યા, ‘આ તો પ્રભુના લોકો છે, છતાં એમને પ્રભુએ આપેલો દેશ છોડવો પડયો છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે પ્રજાઓમાં તેઓ ગયા ત્યાં જઈને રહ્યા પછી તેઓએ મારા પવિત્ર નામને બટ્ટો લગાડ્યો; કેમ કે લોકો તેઓ વિષે કહેઆ હતા કે, આ તો યહોવાના લોકો છે, ને [તેના] દેશમાંથી નીકળી અવ્યા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ જ્યારે તેઓ જે જે પ્રજાઓમાં ગયા તેમની વચ્ચે તેમણે મારા પવિત્ર નામને બટ્ટો લગાડ્યો. લોકો તેમને વિષે એવું કહેવા લાગ્યા કે, ‘આ યહોવાના લોકો છે, અને એમને યહોવાના દેશમાંથી નીકળવું પડ્યું છે.’