Ezekiel 36:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે તું ઇઝરાયલી લોકોને કહે, પ્રભુ યહોવાહ આમ કહે છે: 'હે ઇઝરાયલી લોકો, હું તમારી ખાતર આ કરતો નથી, પણ મારા પવિત્ર નામની ખાતર કરું છું, જે જે પ્રજાઓમાં તમે ગયા હતા તેઓની વચ્ચે તમે મારા નામને અશુદ્ધ કર્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“એ માટે તું ઇઝરાયલીઓ કહે કે, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: ‘જે કામ હું કરું છું તે ઇઝરાયલીઓ માટે કરતો નથી, પણ મારા પવિત્ર નામને લીધે કરું છું કે જેને તમે જે જે પ્રજાઓ મધ્યે ગયા ત્યાં કલંક લગાડયું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે ઇઝરાયલ લોકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે ઇઝરાયલના વંશજો, હું [એ] તમારી ખાતર [નથી કરતો], પણ મારા પવિત્ર નામની ખાતર કરું છું. જો કે જે પ્રજાઓમાં તમે ગયા તેઓમાં તમે [મારા નામને] બટ્ટો લગાડ્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે તું ઇસ્રાએલીઓને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે: ‘હે ઇસ્રાએલીઓ, હું આ જે કહું છું તે તમારે માટે નથી કરતો પણ મારા પવિત્ર નામને માટે કરું છું, અને તમે જે વિદેશોમાં ગયા હતા તેમની વચ્ચે બદનામી કરી છે.