Ezekiel 36:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે ભવિષ્યવાણી કરીને કહે કે, 'પ્રભુ યહોવાહ આમ કહે છે, તમારો પ્રદેશ ઉજ્જડ થઈ ગયો તેને કારણે, ચારેબાજુથી તમારા પર થયેલા હુમલાને કારણે તથા બીજી પ્રજાઓએ તમારો કબજો લીધો, એટલે તમે લોકો વિષે નિંદા કરનાર હોઠ તથા જીભ બની ગયા છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ માટે તું સંદેશ પ્રગટ કરીને ઇઝરાયલના પર્વતોને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “બીજી પ્રજાઓએ તમારા પર અધિકાર જમાવી તમને પાયમાલ કર્યા છે અને ચારે બાજુથી તમને રોળી નાખ્યા છે અને આસપાસની પ્રજાઓએ તમારી મજાક ઉડાવી છે અને કૂથલી કરી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે ભવિષ્ય ભાખીને કહે કે, પ્રભુ યહોવા એમ કહે છે કે, તેઓએ તમને પાયમાલ કર્યા છે, ને તેઓ ચારે તરફથી અમને ગળી ગયા છે કે, તમે બાકી રહેલી પ્રજાઓનું વતન તઈ પડો ને તમે કૂથલી કરનારાની તથા નિંદકોની બત્રીસીએ ચઢ્યા છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“એમને તું એમ કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે, ‘હે ઇસ્રાએલના પર્વતો, બીજી પ્રજાઓએ તમારો કબજો લીધો, અને તમને વેરાન બનાવી દીધા અને તમને બધી બાજુએથી તમને કચડી નાખ્યા એટલે તમે તો કુથલીનો વિષય બની ગયા છો અને લોકો તમારા વિષે ખરાબ વાતો કરે છે.’”