Ezekiel 36:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી જે ભૂમિ વેરાન પડી હતી અને તેની પાસેથી પસાર થનારા સર્વની નજરમાં વેરાન લાગતી હતી, તોપણ તેમાં ફરી ખેડાણ થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જે ખેતરો તેમાં થઈને આવજા કરનાર સૌની દષ્ટિમાં પડતર અને વેરાન દેખાતાં હતાં ત્યાં ફરીથી ખેડાણ થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી જે જમીન ઉજ્જડ પડેલી હતી તે જો કે પાસે થઈને જનાર સર્વની નજરમાં વેરાન સમાન લાગતી હતી, તોપણ તેમાં ખેડાણ થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારા બંદીવાસ દરમ્યાન જે ભૂમિ વરસો સુધી વેરાન પડી હતી અને તેની પાસેથી પસાર થનારા સર્વ તમારા દેશને ખંડિયેર જોઇને નવાઇ પામતા હતા તે ભૂમિ ફરીથી ખેડાતી થશે.