Ezekiel 36:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યજ્ઞના ટોળાની જેમ, ઠરાવેલા પર્વોને સમયે યરુશાલેમમા ટોળાની જેમ, વેરાન નગરો લોકોનાં ટોળાંથી ભરાઈ જશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આજે ઉજ્જડ બનેલાં નગરો, પર્વને દિવસે યરુશાલેમમાં ઉભરાતાં યજ્ઞબલિ માટેનાં ઘેટાંનાં ટોળાની જેમ મનુષ્યોનાં ટોળાંથી ઉભરાશે. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યજ્ઞના ટોળાની જેમ, એટલે મુકરર પર્વોને વખતે યરુશાલેમમાંના ટોળાની જેમ; વેરાન નગરો મનુષ્યોનાં ટોળાંથી ભરાઈ જશે. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યરૂશાલેમમાં પવિત્ર ઉજવણીને દિવસે બલિદાનના ઘેટાંનાં ટોળા ઊભરાય છે, તેવી જ રીતે આ નાશ થઇ ગયેલા નગરોમાં માણસોના ટોળા ઊભરાશે; અને ત્યારે લોકોને ખાતરી થશે કે હું યહોવા છું.”