Ezekiel 36:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી ઇઝરાયલ દેશ વિષે ભવિષ્યવાણી કર અને ઇઝરાયલના પર્વતોને તથા ઊંચી ટેકરીઓને, ખીણોને તથા ઝરણાંને કહે કે: પ્રભુ યહોવાહ આમ કહે છે: જુઓ! તમે પ્રજાઓનું અપમાન સહન કર્યું છે, માટે હું મારા ક્રોધમાં તથા રોષમાં બોલ્યો છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી ઇઝરાયલ દેશ વિશે સંદેશ પ્રગટ કરીને તું તેના પહાડો અને ડુંગરોને, નાળાંને અને ખીણોને કહે કે, પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: અન્ય પ્રજાઓએ તમારું અપમાન કર્યું છે અને તમને મહેણાં માર્યા છે. તેથી હું મારા ક્રોધાવેશમાં બોલ્યો છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે ઇઝરાયલના દેશ વિષે ભવિષ્ય ભાખીને તેના પર્વતોને તથા ડુંગરોને, નાળાંને તથા ખીણોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, તમે વિદેશીઓના મહેણાં સહન કર્યા છે, તે માટે હું મારા આવેશમાં તથા ક્રોધમાં બોલ્યો છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેથી તું પ્રબોધ કર અને ઇસ્રાએલના ડુંગરોને અને પર્વતોને, ખીણોને અને કોતરોને કહે કે ‘યહોવા મારા માલિક કહે છે: તમે આજુબાજુની પ્રજાઓના મહેણાં સહન કર્યા છે. તેથી હું કોપાયમાન થયો છું.’”