Ezekiel 37:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને પ્રભુના આત્માએ મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, આ બધા તો ઇઝરાયલી લોકો છે. જો, તેઓ કહે છે, 'અમારાં હાડકાં સુકાઈ ગયાં છે, અમારી આશા નાશ પામી છે, અમારો વિનાશ થયો છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના સમગ્ર વંશજો આ હાડકાં જેવાં છે. તેઓ કહે છે કે, ‘અમારાં હાડકાં સૂકાઈ ગયાં છે, અમારી આશા નાશ પામી છે. અમારે કોઇ ભવિષ્ય નથી.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે પ્રભુના આત્માએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ હાડકાં તે ઈઝરાયલનું આખું કુળ છે, અમારી આશા નાશ પામી છે.અમે તદ્‍ન નાબુદ થઈ ગયા છીએ.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર બાદ યહોવા મારા માલિકે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ હાડકાં એ બધા ઇસ્રાએલી લોકો છે, તેઓ કહે છે, ‘અમારા હાડકાં સૂકાઇ ગયાં છે, આશા ઊડી ગઇ છે, અમે કપાઇ ગયેલા છીએ.’