Ezekiel 37:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી પ્રબોધ કરીને તેઓને કહે કે, 'પ્રભુ યહોવાહ કહે છે: હે મારા લોક, જુઓ, 'હું તમારી કબરો ખોલીશ અને તમને તેમાંથી ઊભા કરીને બહાર કાઢી લાવીશ અને હું તમને ઇઝરાયલ દેશમાં પાછા લાવીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તું મારા તરફથી તેમને સંદેશ પ્રગટ કરીને તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર તમને કહે છે, ‘હે મારા લોકો, હું તમારી કબરો ઉઘાડીશ અને તેમાંથી તમને બહાર કાઢીને ઇઝરાયલ દેશમાં પાછા લાવીશ.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે પ્રબોધ કરીને તેમને કહે, પ્રભુ યહોવા કહે છે કે, હે મારા લોકો, જુઓ, હું તમારી કબરો ઉઘાડીશ ને તમને તમારી કબરોમાંથી ઉઠાડીને બહાર લાવીશ, અને હું તમને ઇઝરાયલના દેશોમાં પાછા લાવીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી પ્રબોધ કરીને તેઓને કહે કે, યહોવા મારા માલિક કહે છે: ‘હું તમારા બંદીવાસની કબરો ખોલી નાખીશ અને તમને ફરીથી ઊભા કરીશ અને ઇસ્રાએલ દેશમાં પાછા લાવીશ.