Ezekiel 37:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
" હવે, હે મનુષ્યપુત્ર, તારા માટે એક લાકડી લે અને તેના પર લખ કે; 'યહૂદિયાના લોકો માટે તથા તેના સાથી ઇઝરાયલી લોકો માટે. પછી બીજી લાકડી લઈને તેના પર લખ કે, 'એફ્રાઇમની ડાળી જે યૂસફ તથા તેના સાથી ઇઝરાયલી લોકોને માટે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે મનુષ્યપુત્ર, એક લાકડી લે અને તેના ઉપર લખ, ‘યહૂદા અને તેની સાથેના ઇઝરાયલીઓનું રાજ્ય.’ પછી બીજી લાકડી લે અને તેના ઉપર લખ ‘એફ્રાઈમ અને તેની સાથેના ઇઝરાયલીઓનું રાજ્ય.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“હે મનુષ્યપુત્ર, તું એક લાકડી લઈને તેના પર લખ કે, આ યહૂદાને માટે તથા તેના સાથી ઇઝરાયલીઓ માટે; પછી બીજી લાકડી લઈને તેના પર લખ કે, આ એફ્રાઈમની લાકડી જે યૂસફ તથા તેના સાથી ઇઝરાયલના તમામ લોકોને માટે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે મનુષ્યના પુત્ર, એક લાકડી લઇને તેના પર લખ; ‘યહૂદાનું રાજ્ય’. પછી બીજી લાકડી લઇને તેના પર લખ: ‘યૂસફ (એફ્રાઇમ)નું રાજ્ય’.