Ezekiel 37:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ ફરી કદી પોતાની મૂર્તિઓથી, પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓથી, કે તેઓનાં કોઈ પણ પાપોથી પોતાને અપવિત્ર કરશે નહિ. કેમ કે હું તેઓને તેઓનાં સર્વ અવિશ્વાસી કાર્યો કે જેનાથી તેઓએ પાપ કર્યું તેનાથી બચાવી લઈશ, હું તેઓને શુદ્ધ કરીશ, ત્યારે તેઓ મારા લોક થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ ફરી કદી પોતાની ઘૃણાસ્પદ મૂર્તિઓથી પોતાને અશુદ્ધ કરશે નહિ કે પાપથી પોતાને ભ્રષ્ટ કરશે નહિ. તેઓ જે જે રીતે અને જ્યાં જ્યાં પાપ કરીને મને બેવફા બન્યા છે, તેમાંથી હું તેમને છોડાવીશ અને શુધ કરીશ. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો ઈશ્વર થઇશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ ફરીથી કદી પણ પોતાની મૂર્તિઓથી, પોતાની ધિક્કારવા યોગ્ય વસ્તુઓથી તથા પોતાના કોઈ પણ અપરાધથી પોતાને અપવિત્ર કરશે નહિ.પણ તેમના સર્વ રહેઠાણોમાં, જ્યાં તેઓએ પાપ કર્યું છે, તેઓમાંથી હું તેમનો ઉદ્ધાર કરીશ, ને તેમને શુદ્ધ કરીશ; એ પ્રમાણે તેઓ મારા લોકો થશે, ને હું તેઓનો ઈશ્વર થઈશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ મલિન મૂર્તિઓ દ્વારા તથા અપરાધ આચરીને પોતાને અપવિત્ર કરવાનું બંધ કરશે. કારણ કે હું તેઓને સર્વ અશુદ્ધતામાંથી બચાવી લઇશ. ત્યારે તેઓ સાચે જ મારા લોકો થશે અને હું તેઓનો દેવ થઇશ.