Ezekiel 37:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી મને આજ્ઞા કરવામાં આવી હતી તે પ્રમાણે મેં કર્યું; હું ભવિષ્યવાણી કરતો હતો ત્યારે એક અવાજ આવ્યો, ધરતીકંપ થયો. ત્યારે હાડકાં જોડાઈ ગયાં દરેક હાડકું તેને લગતા બીજા હાડકા સાથે જોડાઈ ગયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી મને આદેશ મળ્યો હતો તે મુજબ હું સંદેશ પ્રગટ કરવા લાગ્યો. હું બોલતો હતો તેવામાં જ એક ગડગડાટનો અવાજ સંભળાયો અને એક હાડકું તેને લગતાં હાડકા સાથે એમ બધાં હાડકાં એકબીજા સાથે જોડાઇ ગયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી મને આજ્ઞા થઈ હતી તે પ્રમાણે મેં પ્રબોધ કર્યો. અને હું પ્રબોધ કરતો હતો તે દરમિયાન એક ગડગડાટ સંભળાયો, ને એક ધરતિકંપ થયો; તે હાડકાં એકબીજાની સાથે જોડાઈ ગયાં, એક હાડકું તેને લગતા હાડકાંની સાથે [જોડાઈ ગયું].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી યહોવા મારા માલિકે મને કહ્યું હતું તેમ મેં વચનો ઉચ્ચાર્યાં; હું બોલતો હતો ત્યારે જ ગડગડાટ સંભળાયો અને હાડકાં એકબીજા સાથે જોડાવા લાગ્યાં.