Ezekiel 37:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહોવાહે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, તું પવનને ભવિષ્યવાણી કર, તું પવનને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, હે પવન, ચારે દિશામાંથી આવ અને આ મૃતદેહોમાં ફૂંક માર જેથી તેઓ ફરીથી જીવતા થાય.'''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું પવનને ઉદ્દેશીને સંદેશ પ્રગટ કર. પવનને કહે કે, ‘પ્રભુ પરમેશ્વર તને ચારે દિશામાંથી ફૂંકાવાની આજ્ઞા આપે છે. તું આ મૃતદેહોમાં પ્રાણ પૂર કે જેથી તેઓ જીવતાં થાય.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, પવનને પ્રબોધ કર, પ્રબોધ કરીને પવનને કહે, પ્રભુ યહોવા કહે છે કે, હે પવન, ચારે દિશાથી આવ, ને આ મૂડદા પર ફૂંક માર કે, તેઓ જીવતાં થાય.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મારા માલિક યહોવાએ મને કહ્યુ, “હે મનુષ્યના પુત્ર, તું પવનને પ્રબોધ કર, તું તેને કહે કે યહોવા મારા માલિક કહે છે, ‘હે પવન, ચારે દિશામાંથી આવ અને આ શરીરોમાં ફૂંક માર જેથી તેઓ સજીવન થાય.’”