Ezekiel 38:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું કહે કે, હું ખુલ્લા દેશ પર એટલે જેઓ કોટ વગરના સ્થળે રહે છે, જેમને દીવાલો કે દરવાજા નથી પણ શાંતિ તથા સલામતીમાં રહેતા લોકો પર હું ચઢાઈ કરું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું કહેશે કે, ‘હું કોટ વિનાના ગ્રામ્ય પ્રદેશ પર ચઢાઇ કરીશ, ત્યાં નથી કોટ, નથી દરવાજા કે નથી ભૂંગળો. પણ લોકો નિરાંત અને નિર્ભયતામાં વસે છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કહેશે કે, ‘હું કોટ વગરનાં ગામડાંવાળા દેશ પર ચઢાઈ કરીશ. જેઓ કોટ વગર રહે છે ને જેમને ભૂંગળો કે દરવાજા નથી, પણ બધા નિરાંતે ને નિર્ભયપણે રહે છે તેમના પર હું ચઢાઈ કરીશ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તને થશે, ‘હું આ અરક્ષિત દેશ પર ચઢાઇ કરું અને એના દિવાલો કે દરવાજા કે લોખંડના સળીયા વગરના નગરોમાં અને ગામોમાં શાંતિ અને સલામતીમાં વસતા લોકો પર હુમલો કરું.