Ezekiel 38:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શેબા, દેદાન, તાર્શીશના વેપારીઓ તથા તેઓના જુવાન યોદ્ધાઓ તને પૂછશે, 'શું તું લૂંટ ચલાવવા આવ્યો છે? શું તેં સોનું, ચાંદી, જાનવરો તથા સંપત્તિ લઈ જવાને, ભારે લૂંટ કરવાને તારું સૈન્ય એકત્ર કર્યું છે?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શેબા અને દેદાનના લોકો અને તાર્શિશના વેપારીઓ અને આગેવાનો તને પૂછશે, ‘શું તૂં લૂંટ કરવા આવ્યો છે? શું સોનુરૂપું લૂંટી લેવા, પશુસંપત્તિ અને ધનસંપત્તિ ઉઠાવી જવા તેં તારું સૈન્ય એકઠું કર્યું છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શેબા, દેદાન તથા તાર્શીશના વેપારિઓ, તેના સર્વ જુવાન સિંહો સહિત, તને કહેશે કે, ‘શું તું લૂંટ કરવા આવ્યો છે? શું પકડી જવાને, સોનુંરૂપું લૂંટી લેવાને, ને ભારે લૂંટ કરવાને તેં તારુ સૈન્ય એકઠું કર્યું છે?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“શેબા અને દેદાનના લોકો તથા તાશીર્શના વેપારીઓ અને આગેવાનો તને પૂછશે, ‘તું લૂંટ ચલાવવા આવ્યો છે? શું તેં સોનું, ચાંદી ઉપાડી જવા માટે અને ઢોરઢાંખર અને માલસામાન ઉઠાવી જવા અને ભારે સંપત્તિ લૂંટી જવા માટે સેના ભેગી કરી છે?’”