Ezekiel 38:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સમુદ્રની માછલીઓ, આકાશનાં પક્ષીઓ, જંગલનાં પશુઓ તથા પેટે ચાલનારા જીવો તેમ જ પૃથ્વી પરનાં બધાં માણસો મારી આગળ ધ્રૂજી ઊઠશે. પર્વતો તૂટી પડશે અને ખડકો ધસી પડશે અને ભીંત પડીને જમીનદોસ્ત થઈ જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેથી સમુદ્રનાં માછલાં, આકાશનાં પક્ષીઓ, જંગલનાં પ્રાણીઓ, જમીન પર પેટે ચાલનારા જીવો તેમ જ પૃથ્વી પરના બધાં માણસો મારી સમક્ષ કાંપશે, પર્વતો ઊથલી પડશે, ભેખડો ધસી પડશે, અને બધી દીવાલો જમીનદોસ્ત થઈ જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સમુદ્રનાં માછલાં, ખેચર પક્ષીઓ, જંગલી શ્વાપદો, ને જમીન પર પેટે ચાલનારા સર્વ પ્રાણીઓ, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં સર્વ મનુષ્યો, મારી હાજરીથી કાંપશે, પર્વતો ઊથલી પડશે, સીધી ભેખડોવાળી જગાઓ પડી જશે, ને દરેક ભીંત પડીને જમીનદોસ્ત થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને જોઇને દરિયાની માછલીઓ, આકાશના પંખીઓ, જંગલના પ્રાણીઓ અને પેટે ચાલનારા જીવો તેમજ પૃથ્વી પરનાં બધાં માણસો ધ્રૂજી ઊઠશે. પર્વતો તૂટી પડશે, અને ખડકો ધસી પડશે અને ભીંતો ભોંયભેગી થઇ જશે.”