Ezekiel 38:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તને પાછો ફેરવીશ અને તારા જડબામાં આંકડી નાખીને તને બહાર ખેંચી કાઢીશ અને તારાં સર્વ સૈન્ય, ઘોડા, ઘોડેસવારો, પૂરા શસ્ત્રસજ્જ, નાનીમોટી ઢાલોથી સજ્જ થયેલો મોટો સમુદાય, જેમાંના બધા હાથમાં તલવારો છે તેઓ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તને પાછો ફેરવીશ, ને તારા જડબામાં કડીઓ ઘાલીને તારા સમસ્ત સૈન્ય સહિત હું તને બહાર ખેંચી લાવીશ. તારા વિશાળ સૈન્યમાં ઘોડા અને શસ્ત્રસજ્જ ઘોડેસ્વારો હશે, તેમાંના પ્રત્યેક સૈનિકે પોતાના હાથમાં ઢાલ અને તલવાર ધારણ કરેલી હશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તને પાછો ફેરવીશ, ને તારાં જડબાંમાં કડીઓ નાખીને તને બહાર ખેંચી કાઢીશ, ને તારું બધું સૈન્ય, ઘોડાઓ તથા ઘોડેસવારો, તેઓ સર્વ પૂરા શસ્ત્રસજ્જિત, ઢાલો તથા ઢાલડીઓ ધારણ કરેલાઓનો મોટો સમુદાય કે જેમાંના સર્વના હાથમાં તરવારો છે તેઓ,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તારા જડબામાં આંકડી નાખીને તને પાછો ફેરવીશ; તારા, ભભકાદાર વસ્ત્રો સજેલા ઘોડાને, શસ્ત્રસજ્જ ઘોડેસવારોને અને નાનીમોટી ઢાલોથી સજ્જ અને તરવાર ચલાવતી તારી સમગ્ર સેનાને ઘસડી જઇશ.