Ezekiel 39:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'તેઓ અમુક માણસોને જુદા કરશે, ત્યાં થઈને જનારાઓના જ મૃતદેહો પૃથ્વીની સપાટી પર રહી ગયા હોય તેઓને દફનાવીને દેશને સર્વત્ર શુદ્ધ કરે. તેઓ આ કાર્ય સાત મહિના પછી કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાત મહિના પૂરા થયા પછી પણ ભૂમિ પર રહી ગયેલા મૃતદેહો શોધી કાઢીને તેમને દફનાવવા માટે માણસોને પસંદ કરવામાં આવશે. તેઓ દેશમાં ફરતા રહી સતત એ કામ કરશે અને દેશને શુધ કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ અમુક માણસોને જુદા કાઢશે જેઓ આ કામમાં સતત લાગું રહે, તેઓ ત્યાં થઈને જનારાઓનાં મુડદાં જેઓ ભૂમિની સપાટી પર રહી ગયાં હોય તેઓને દાટીને ભૂમિ સાફ કરવા માટે, દેશમાં સર્વત્ર ફરે, સાત મહિના પછી તેઓ શોધ કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવ કહે છે, “સાત મહિના પછી દેશમાં ફરતા રહી જમીન પર બાકી રહી ગયેલાં શબો શોધી કાઢી અને તેઓને દફનાવીને દેશને સાફ કરવા માટે માણસો પસંદ કરવામાં આવશે.