Ezekiel 39:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દેશમાં સર્વત્ર ફરનારા માણસો જો કોઈ મનુષ્યનું હાડકું જુએ તો તેમણે હાડકા પર ચિહ્ન કરવું, પછી કબર ખોદનારાઓ આવીને તેને હામોન ગોગની ખીણમાં દફનાવી દે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ દેશમાં એક સ્થળેથી બીજે સ્થળે જશે અને જ્યાં જ્યાં કોઈ માનવીનું હાડકું જોશે ત્યાં ત્યાં તેની પાસે એક ચિહ્ન મૂકશે, જેથી કબર ખોદનારા આવીને તેને હામોન-ગોગની ખીણમાં દફનાવે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દેશમાં ફરનારા તેમાં સર્વત્ર ફરે; અને જયારે કોઈ માણસ મનુષ્યનું હાડકું જુએ ત્યારે તે તેની પાસે કંઈ‍ચિહ્‍ન મૂકે, ને પછી દાટનારાઓ તેને હોમોન-ગોગની ખીણમાં દાટે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે સમયે જો કોઇ વ્યકિત મનુષ્યનું હાડકું જુએ તો તેણે હાડકા પાસે ચિહન મૂકવું. પછી કબર ખોદનારાઓ આવીને તેને ગોગના સૈન્યની ખીણમાં દાટી દે.