Ezekiel 39:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે મનુષ્ય પુત્ર, પ્રભુ યહોવાહ કહે છે, દરેક જાતનાં પક્ષીઓને તથા જંગલી પશુઓને કહે, "તમે એકત્ર થઈને આવો, તમારે માટે હું જે બલિદાન, મહા બલિદાન, ઇઝરાયલના પર્વતો પર કરું છું, ત્યાં માંસ ખાવાને તથા લોહી પીવાને ચારેબાજુથી આવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પરમેશ્વરે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું દરેક પ્રકારના પક્ષીને અને દરેક જંગલી પ્રાણીને કહે: આવો, ચારે દિશાથી ટોળે વળીને આવો. તમારે માટે હું પ્રભુ, ઇઝરાયલના પર્વતો પર એક મહાન બલિદાન તૈયાર કરું છું. તેની મિજબાનીમાં આવો, માંસ ખાઓ અને રક્ત પીઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી, હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવા કહે છે કે, દરેક જાતના પક્ષીને તથા દરેક જંગલી શ્વાપદને કહે કે, તમે ટોળે થઈને આવો. જે બલિદાન હા, મહા બલિદાન હું ઇઝરાયલના પર્વતો પર તમારે માટે કરું છું ત્યાં આગળ માંસ ખાવાને તથા રક્ત પીવાને ચારે દિશાથી એકત્ર થઈને આવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ યહોવા મારા માલિકના વચન છે, “હે મનુષ્યના પુત્ર, યહોવા મારા માલિક કહે છે, ‘હવે પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને બોલાવ અને તેઓને કહે: મહાબલિદાનરૂપ ઉજાણી માટે એકઠાં થાઓ, પાસેના તથા દૂરના સર્વ ઇસ્રાએલના પર્વતો પર આવો, આવો, માંસ ખાઓ અને લોહી પીઓ!