Ezekiel 39:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'હું પ્રજાઓ મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. સર્વ પ્રજાઓ કે જેઓનો ન્યાય કરીને મેં તેઓને શિક્ષા કરી છે તે તથા તેઓના પર મેં હાથ નાખેલો છે તે જોશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ કહ્યું: “હું સર્વ દેશો સમક્ષ મારું ગૌરવ પ્રગટ કરીશ, અને સર્વ દેશો મેં કરેલી ન્યાયપૂર્ણ સજા અને મેં વાપરેલું બાહુબળ જોશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું મારું ગૌરવ સર્વ પ્રજાઓમા સ્થાપીશ, ને સર્વ પ્રજાઓ મેં જે ન્યાય કરીને શિક્ષા કરી છે તે તથા તેમના પર મેં હાથ નાખેલો છે તે જોશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવ કહે છે, “આ રીતે હું બીજી પ્રજાઓ મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. ગોગને થયેલી શિક્ષા સર્વ લોકો જોશે અને તેઓ જાણશે કે મેં તે કર્યું છે.