Ezekiel 39:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું, તારું આખું સૈન્ય તથા તારી સાથેના બધા સૈનિકો ઇઝરાયલના પર્વતો પર માર્યા જશે. હું તને શિકારી પક્ષીઓ તથા જંગલી પશુઓને ખોરાક તરીકે આપીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું અને તારું સમગ્ર સૈન્ય તથા તારી સાથેની સર્વ પ્રજાઓ ઇઝરાયલના પર્વતો પર સંહાર પામશો. હું તમારા મૃતદેહો શિકારી પક્ષીઓને અને જંગલના પ્રાણીઓને ભક્ષ તરીકે આપી દઈશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું તથા તારા સર્વ લશ્કરો તથા તારી સાથેની પ્રજાઓ ઇઝરાયલના પર્વતો પર માર્યા જશો. હું તને સર્વ પ્રકારના ફાડી ખાનાર પક્ષીઓને તથા જંગલી શ્વાપદોને ભક્ષ તરીકે આપીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તું અને તારી સમગ્ર સેના તથા તારી સાથેની બધી પ્રજાઓ ઇસ્રાએલના ડુંગરો પર મૃત્યુ પામશો અને શિકારી પંખીઓ અને જંગલી પ્રાણીઓ તમને ખાઇ જશે.