Ezekiel 39:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું મારા ઇઝરાયલી લોકોમાં મારું નામ પવિત્ર છે તે જણાવીશ, હું હવે કદી મારું નામ અપવિત્ર થવા દઈશ નહિ; ત્યારે પ્રજાઓ જાણશે કે હું યહોવાહ, ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું મારા ઇઝરાયલી લોકોને મારું પવિત્ર નામ જણાવીશ, અને હું ફરી કદી મારા પવિત્ર નામને કલંક લાગવા દઈશ નહિ. ત્યારે બધી પ્રજાઓ જાણશે કે હું પ્રભુ, ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી હું મારું પવિત્ર નામ મારા ઇઝરાયલ લોકોમાં જણાવીશ; અએ હું ફરી કદી મારા પવિત્ર નામને બટ્ટો લાગવા દઈશ નહિ. ત્યારે [બીજી] પ્રજાઓ જાણશે કે યહોવા, ઇઝરાયલમા જે પવિત્ર [ઈશ્વર], તે હું છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું જોઇશ કે મારા ઇસ્રાએલી લોકોમાં મારું નામ પવિત્રને જાણીતું થાય, અને એને હું હવે કદી અપમાનિત થવા દઇશ નહિ; અને ત્યારે તમામ પ્રજાઓને જાણ થશે કે હું યહોવા, ઇસ્રાએલનો પરમપવિત્ર દેવ છું.