Ezekiel 39:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલનાં નગરોના રહેવાસીઓ બહાર આવીને, યુદ્ધશસ્ત્રો, નાની ઢાલો, મોટી ઢાલો, ધનુષ્યો, તીરો, હાથભાલા તથા ધનુષ્યોને અગ્નિથી સળગાવી દેશે અને તેઓ તેને સાત વરસ સુધી બાળશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલનાં શહેરોમાં વસનારાઓ બહાર નીકળશે. તેઓ નાની મોટી ઢાલો, ધનુષ્ય, તીર, ભાલા અને બરછીને બાળશે. તે સાત વરસ સુધી ચાલશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલનાં નગરોના રહેવાસીઓ બહાર આવીને યુદ્ધશસ્ત્રોને, એટલે ઢલો તથા ઢાલડીઓને, ધનુષ્યો, બાણો, હાથભાલા તથા બરછીઓને બાલીને સળગાવી દેશે, ને તેઓ સાત વરસ સુધી તેમને બાળશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઇસ્રાએલના નગરોના વતનીઓ બહાર નીકળશે અને પોતાનાં હથિયારોના નાનીમોટી ઢાલ, ધનુષ્ય, બાણ અને ભાલાં બાળીને સળગાવી દેશે અને તે સાત વરસ સુધી ચાલશે.