Ezekiel 4:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે તેઓને ખોરાક તથા પાણીની અછત થશે, પછી તેઓ હતાશ થઈને પોતાના ભાઈઓ સામે જોશે અને તેઓના અન્યાયને કારણે ઝૂરીઝૂરીને તેઓનો નાશ થશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમનાં ખોરાક અને પાણી ખૂટી પડશે. તેઓ સૌ ભયભીત થઈને એકબીજા સામે તાકી રહેશે અને પોતાનાં પાપમાં ઝૂરી ઝૂરીને નાશ પામશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેથી તેઓને રોટલી તથા પાણીનો કાળ પડે, ને તેઓ ભયભીત થઈને એકબીજા સામે જુએ, ને પોતાના પાપમાં ઝૂરી ઝૂરીને નાશ પામે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું ખોરાક અને પાણીની અછત ઊભી કરીશ, પછી તેઓ હતાશ થઇ જશે અને પોતાના પાપોને કારણે તેઓ કરમાઇ જશે અને વેડફાઈ જશે.