Ezekiel 4:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું લોખંડનો એક તવો લે, તારી અને નગરની વચ્ચે લોખંડની દીવાલ તરીકે મૂક. તું તારું મુખ શહેરની તરફ ફેરવ, તેનો ઘેરો ઘાલવામાં આવશે. તું તેની વિરુદ્ધ ઘેરો ઘાલશે! આ ઇઝરાયલી લોકો માટે ચિહ્નરૂપ થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તું લોખંડનો તવો લઈને તારી અને શહેરની વચ્ચે તેને લોખંડની દીવાલ તરીકે મૂક. તારું મોં શહેર તરફ રાખ; હવે જાણે કે શહેર ઘેરા નીચે છે અને તું ઘેરો ઘાલનાર છે. ઇઝરાયલીઓ માટે આ એક સંકેત છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તું લોઢનો એક તવો લે, ને તેને તારી તથા નગરની વચ્ચે લોઢાના કોટ તરીકે મૂક. અને તું તારું મો તેની તરફ રાખ, એટલે જાણે કે તેણે ઘેરો નાખવામાં આવશે, ને તું તેની સામે ઘેરો નાખશે, એ ઈઝરાયલ પ્રજાને માટે ચિહ્નરૂપ થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી એક લોખંડની તાવડી લઇ, તારી અને નગરની વચ્ચે લોખંડની ભીત તરીકે આડી મૂક, શહેરની તરફ મોઢું કર, શહેરને ઘેરો ઘાલેલો છે અને ઘેરો ઘાલનાર તું છે. ઇસ્રાએલીઓને માટે આ એક સંકેત છે.