Ezekiel 4:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં ઠરાવ્યું છે કે તેઓનાં પાપોના વરસો તેટલાં દિવસો સુધી, ત્રણસોને નેવું દિવસ સુધી તું ઇઝરાયલી લોકોના પાપનો બોજ ઉઠાવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારે ત્રણસો નેવું દિવસ ઇઝરાયલીઓની દુષ્ટતાનો બોજો સહન કરવાનો છે. તેમના અધર્મની શિક્ષાનું એક વર્ષ બરાબર એક દિવસ એ પ્રમાણે તારે બોજો ઉપાડવાનો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે મેં ઠરાવ્યુ છે કે તેમની દુષ્ટતાના જેટલાં વરસો તેટલા દિવસો સુધી, એટલે ત્રણસો ને નેવું દિવસ સુધી તારે ઇઝરાયલ પ્રજાની દુષ્ટતાનો બોજ સહન કરવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તેઓના પાપોના વરસોની સંખ્યા નક્કી કરી છે જેવી રીતે તારા માટે દિવસોની સંખ્યા નક્કી કરી છે. તેથી ત્રણસોને નેવું દિવસ સુધી તું ઇસ્રાએલ પ્રજાના અપરાધની ઘોષણા કરશે.