Ezekiel 4:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસો પૂરા કર્યા પછી, ફરી તું તારા જમણા પડખા પર સૂઈ જા, તું ચાલીસ દિવસ યહૂદિયાના લોકોના પાપનો બોજ ઉઠાવ. દરેક વરસને માટે એક દિવસ એ પ્રમાણે તારે માટે મેં ચાલીસ દિવસ ઠરાવ્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ દિવસો પૂરા થયા પછી તું પાછો જમણે પડખે સૂઈ જજે અને મેં ઠરાવ્યું છે તેમ એક વર્ષને માટે એક દિવસ લેખે ચાળીસ દિવસ સુધી તારે યહૂદાના કુળના દુરાચારનો બોજો ઉપાડવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ દિવસો પૂરા કર્યા પછી તારે ફરી પાછા જમણા પાસા પર સૂઈ જઈને યહૂદાના કૂળની દુષ્ટતાનો બોજ ઊંચકવો; દર વરસને માટે એક દિવસ લેખે ચાળીસ દિવસ સુધી તે [પ્રમાણે કરવાનું] મેં તને ઠરાવી આપ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આ પ્રમાણે કર્યા પછી તારે તારા જમણા પડખે સૂઇ જવું અને યહૂદિયાના લોકોના પાપોની ઘોષણા કરવી. દરેક વરસને માટે એક દિવસ એમ 40 દિવસ તારે માટે મેં ઠરાવ્યા છે. તેટલા દિવસો સુધી યહૂદાના પાપો અને અપરાધની ઘોષણા કરજે.