Ezekiel 40:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરસાળની બન્ને તરફ તથા ખંડની ચારે તરફ જાળીઓ હતી. તે પરસાળને પણ હતી, અંદરની બાજુએ બારીઓ હતી. ત્યાં દીવાલો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બધી જ ઓરડીઓની બહારની દીવાલોમાં તથા ઓરડીઓ વચ્ચેની અંદરની ભીંતોમાં નાની નાની જાળીવાળી બારીઓ હતી. એ પ્રવેશમાર્ગમાં અંદર પડતી ભીંતો પર ખજૂરીઓ કોતરેલી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દેવડીઓને તથા દરવાજાની અંદરના ખાંભોને ચોતરફ બંધ જાળીઓ હતી, ને પરસાળને પણ હતી, અંદરની ચારે તરફ જાળીઓ હતી; અને દરેક ખાભ પર ખજૂરીઓ [કોતરેલી] હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરસાળની બંને તરફથી તથા રક્ષક ઓરડીની પરસાળ તરફની બારીઓ સાંકડી થતી જતી હતી. પ્રવેશભાગ તરફની પરસાળ તથા ઓસરીની ભીંતોમાં પણ આ જ પ્રમાણે બારીઓ હતી. અને એ ઓસરી તરફની ભીંતો પર ખજૂરીઓ કોતરેલી હતી.