Ezekiel 40:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર બાદ તે માણસ મને સભાસ્થાનના બહારના આંગણાંમાં લાવ્યો. તો જુઓ, આંગણાંની ચારેબાજુ ઓરડીઓ તથા ફરસબંધી બનાવેલી હતી ફરસબંધી પર ત્રીસ ઓરડીઓ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે માણસ મને દરવાજામાં થઈને મંદિરની ચારે તરફ આવેલા બહારના ચોકમાં લઈ ગયો. તેની બહારની દીવાલને અડોઅડ ત્રીસ ઓરડીઓ બાંધેલી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તે મને બહારના આંગણામાં લાવ્યો, તે જુઓ, આંગણાની ચારે દિશાએ ઓરડીઓ તથા ફરસબંધી બનાવેલી હતી. ફરસબંધી પર ત્રીસ ઓરડીઓ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર બાદ તે માણસ મને દરવાજામાં થઇને મંદિરની ફરતે આવેલાં બહારના ચોકમાં લઇ ગયો. તેની બહારની ભીંતને અડીને ત્રીસ ઓરડીઓ બાંધેલી હતી અને તેની સામેની જગ્યા ફરસબંધીવાળી હતી.